STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics

"ઈશ્વરની અણમોલ ભેટ છે આ નદી."

"ઈશ્વરની અણમોલ ભેટ છે આ નદી."

1 min
7

પરંપરા અને સંસ્કૃતિની સાક્ષી છે આ નદી,

ખેડૂતોની જીવાદોરી છે આ નટખટ નદી.

સતત વહેતા રહેવાનું શીખવે આ નદી,

મળેલી ક્ષણોને માણવાનું શીખવે, આ નદી.

ઈશ્વરની અણમોલ ભેટ છે આ નદી,

ઈશ્વરનું સુંદર સર્જન છે આ નદી.

અડચણોને હસતા હસતા પાર કરવાનું શીખવે, આ નદી,

મંઝિલ પામવા સંકટોનો સામનો કરવો પડે,

એ શીખવે આ નદી.

સૌનું કલ્યાણ કરી માતાનું બિરુદ પામે આ નદી,

મૃત માનવીના અસ્થિ પોતામાં સમાવી, માનવીને મોક્ષ બક્ષે આ નદી.



Rate this content
Log in

Similar gujarati poem from Classics