"નદી અને નારી બંને સરખા."
"નદી અને નારી બંને સરખા."
નદી અને નારી બંને સરખા,
માતાનું બિરુદ બંને ને મળે.
પહાડ માંથી નીકળતું ચંચળ હોય,
એમ બાલિકા પણ ચંચળ હોય,
પર્વત પરથી પડતુ ઝરણું જાણે ,
લપસણી ખાતી બાળા લાગે.
જેમ સરિતા અલ્લડ બને સાગરને મળવા દોડી જાય,
એમ સ્ત્રી પણ પ્રિયતમને મળવા દોડી જાય,
બધા બંધનો ફગાવી.
સ્ત્રી પણ નદી જેવી મક્કમ,
કોઈ અવરોધ બાંધી નાં શકે.
નદીની જેમ સ્ત્રીનો સ્વભાવ પણ એવો,
રીઝે તો ઘરને સ્વર્ગ બનાવી દેય,
રૂઠે તો વિનાશ વેરી દેય.
નદી અને નારી બંને સરખા,
બલિદાન બંને આપે જાતનું.
