ધડાઈને પથ્થરને
ધડાઈને પથ્થરને
ઘડાઈને પથ્થરને જગ ખુદા થવું હતું
કણ કણ થૈ ઇશ્વરને ક્યાં જુદા થવું હતું
પાનખર સાથે લડી ને આખરે તૂટી પડ્યું
ફૂટી ગઈ કૂંપળ એને ક્યાં ફના થવું હતું
વાદળ થઈને એ જળ જ્યાં ત્યાં વરસી ગયું
જળ-વ્યોમનાં સંબંધને ક્યાં સગા થવું હતું
વહેંચાય ગઈ કંઈ કંઈ ભાગોમાં આ ધરા
સૌનાં હતાં રસ્તા જુદા પણ સવા થવું હતું
માન્યું વિજ્ઞાને આપ્યું ઘણું વિકસ્યો માનવતો
આશા થૈ પ્રકૃતિ વિના આબોહવા થવું હતું
*નરેન્દ્ર ત્રિવેદી.*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
