ડર લાગે છે
ડર લાગે છે
ખાલી હતા ત્યારે, ભેંકાર ભાસતા હતાં
છલોછલ ભરાયાં, તૂટવાનો ડર લાગે છે
દરિયો, મઝધાર, ને ઉછળતા મોજાઓ
છતાં,કદીક માઝા મૂકવાનો, ડર લાગે છે
સૂરજ માટે છે, નિર્ધારિત નિયમો નિયતીના
પ્રકાશિત સૂરજનો, છૂપાવાનો ડર લાગે છે
હર ક્ષણે બદલાતા રહે છે, આ સંબંધો
અમીપણું જ્યાં ત્યાં, ખૂટવાનો ડર લાગે છે
છે તાકાત શબ્દોમાં, અભિવ્યક્તિ કરવાની
ખોટા શબ્દો થકી, દુભાવાનો ડર લાગે છે
ના નિયમો બદલાય પ્રકૃતિના, ના એ બદલાય
શોધ્યા રસ્તા ઘણાં, ને લૂંટાવાનો ડર લાગે છે
*નરેન્દ્ર ત્રિવેદી*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐