"ઈશ્વરે આપ્યો ધરતી પર ખુશીનો ખજાનો."
"ઈશ્વરે આપ્યો ધરતી પર ખુશીનો ખજાનો."
સ્નેહને પાથરી શ્વાસની સરગમ કરો,
મળેલી ક્ષણોમાં મોજ કરી, દૂર ગમ કરો.
આપ્યો છે ઈશ્વરે ધરતી પર ખુશીનો ખજાનો,
બાગ, બગીચો,પહાડ ,દરિયો છે મજાનો.
કશુંય ક્યાં ઈશ્વરે આપવામાં બાકી રાખ્યું!
પણ તમે જ સઘળું તમારાથી દૂર રાખ્યું.
કિલ્લોલ કરતા મજાના પંખીઓ છે ,
ગીત ગાતાં સુંદર મજાના ઝરણાઓ છે.
નાચતી ગાતી વહેતી સુંદર મજાની નદી છે,
આમ જોઈએ તો માનવીને રાજગાદી છે!
ખાવા આપ્યું અનાજ પીવા આપ્યું પાણી,
આમ જોઈએ તો જીવન છે મજાનું ઉજાણી.
દેવ જેવો દરિયો આપ્યો એમાં મજાના મોતી,
માનવી જો મહેનત કરે તો લાવે એને ગોતી.
ઉચા ઉચા પર્વતો આપ્યા, આપ્યા ઝાડ,
ઈશ્વરે ક્યાં કરી છે ક્યાંય ફરતી વાડ?
કુટુંબ આપ્યું, આપ્યો મજાનો સુંદર પરિવાર,
આવો કિંમતી માનવ દેહ ક્યાં મળવાનો ફરીવાર!
