STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Action Inspirational

4  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Action Inspirational

લાલ મારો શહિદ

લાલ મારો શહિદ

1 min
339

નાનો મારો લાલ,

કરતો આંગણે કિલ્લોલ,

મોટો કયાંરે થયો તે,

મમતા ભરી આંગડી પકડીને,


જવાન થતાં જવાન બન્યો,

લાલ મારો દેશની સેવા કરતો,

કાચી ઉંમરમાં કરગીલે ચડ્યો,

દુશ્મન ઉપરથી મોત વરસાવે,


લાલ મારો આગળ વધતો,

લથપથ વહી ખૂની નદીયો,

વાઘે કપારે, ધડ કપાતાં લાલોના,

તોય મારો લાલ પાછો ના પડતો,


બિહામણાં વા ને રાતોનાં તમરાં,

અગન ગોળા તે માથે વરસતાં,

દિલે ધરબી લાલને ગોળીઓ,

ચારણી સમા પંડ થયાં લાલનાં,


હે..મા..હે..મા કરતો પટકાયો,

માની મમતામા લાલ લપેટાયો,

કહેતો ગયો હું જાવ છું હવે,

લાલ મારો લથપથ લોહીમાં,


લપેટાયો એ તો ત્રિરંગમાં,

રડતી રહી માની મમતા ને,

બાપુના વહાલ સોયા દિકરા,

મૌત નથી શહીદી છે લાલની,


ઈતિહાસમાં રમતાં ગયાં તમે,

યાદ તમારી હર દિલમાં રહેશે,

કરી ગયાં તમે એ કામ મારા લાલ,

તસવીર બની આજ રહી ગયાં,


Rate this content
Log in

Similar gujarati poem from Action