STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Action

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Action

વંદે માતરમ્

વંદે માતરમ્

1 min
277

આઝાદીનો મતલબ શોધે શબ્દકોશે,

એ પેઢી શું જાણે આઝાદી !

પૂછે કોઈ ભગતસિંહને, તો-

રક્તકણ બોલે વંદેમાતરમ્ વંદેમાતરમ,


આઝાદીનો અર્થ પૂછ્યો ઉધમસિંહ-

લોહીમાં જ્વાળામુખી ફૂટે,

જલિયાંવાલા બાગમાં ગોળી છૂટે,

રોમ-રોમ હિંસા ઊઠે,

હર ઘરમાં "આઝાદ" ઊઠે,

નારા ગુંજે, વંદેમાતરમ્ વંદેમાતરમ, ભારત માતાની જય...


પરાધીનતા બેડી જકડે,

સુભાષ જાગે, નાદ ગુંજે,

વંદેમાતરમ્ વંદેમાતરમ,

પીડા પરાધીનતા કેરી,

બેડીઓ તૂટી, લોહી નદીઓ ફૂટી,

શંખનાદ છૂટે વંદેમાતરમ્ વંદેમાતરમ,


સરદાર લોહ પુરુષ સ્વપ્ન સાંકળે,

અખંડ ભારત, એક મંત્ર, વંદેમાતરમ્ વંદેમાતરમ,

આઝાદી ખરા અર્થમાં પૂજે,

લાલબહાદુર શાસ્ત્રી ઊઠે,

નાદ ગુંજે, જય જવાન જય કિસાન...


અબ્દુલ કલામની નિષ્ઠા ઉભરે,

સુવર્ણ પ્રભાત ઊગે,

ભ્રષ્ટાચાર મુક્ત ભારત જાગે,

ભય, ભૂખ ભાંગે, શાંતિ જાગે,

દેશમાં એક્તા ઊગે,

ખરા અર્થમાં આઝાદી આવે,

વંદેમાતરમ્ વંદેમાતરમ્.


Rate this content
Log in

Similar gujarati poem from Romance