અસલી હીરો
અસલી હીરો
ગાંધીજી અમારા છે અસલી હીરો,
આઝાદી જંગમાં ભાગ લેનાર વીરો,
જલાવી જ્યોત સ્વતંત્રતાની દેશમાં,
એક પોતડી ને આત્મવિશ્વાસ રગમાં,
સત્યાગ્રહની વાત તો નિરાળી લાગી,
ગાંધીની અહિંસા અમને પ્યારી લાગી,
અનેકના બલિદાનોને કરીએ નતમસ્તક,
ભારતની આ ભૂમિને નમાવીએ મસ્તક.
