STORYMIRROR

bina joshi

Action Inspirational

4  

bina joshi

Action Inspirational

વીર બલિદાન

વીર બલિદાન

1 min
203

પાઘ મેવાડી શોભે જેનાં શીરે મહારાણા પ્રતાપ એનું નામ, 

ધન્ય એ ક્ષત્રાણીની નાર રે ગળથૂથીમાં આપ્યું બલિદાન, 


હણેહાણી કરતો જેનો તેડક ધ્રુજાવે ગઝનવીની ફોજને, 

 ધન્ય કુંભલગઢની ધરતીને એણે સમાવા વીર બલિદાન,


મુઘલનું સામ્રાજ્ય વધ્યું ધરતી માને લાગ્યો પાપનો ભાર,

બાળ નાના રડે ભોજન માટે એ થયો ભીલોનો ભગવાન, 


વીરને કપાળમાં તિલક શોભે રૂડાં એ ક્ષત્રિય તણી જાત,

હિન્દને બચાવવા માટે એ નીકળ્યો આપવાને બલિદાન, 


એ રૂડી હલ્દી ઘાટીમાં આજેય ગુંજે નાદ વીર પ્રતાપનો, 

ધન્ય વીર પ્રતાપને આપ્યા ધરતીમાને હસતાં બલિદાન.


Rate this content
Log in

Similar gujarati poem from Action