સફળતા
સફળતા
સપનાં સફળતાના બહુ જોયા હતાં,
કેટલાં સાચાં પડ્યા ને કેટલા ખોટાં ?
સફળ થવું મારે, ભલે આવે વિકટ સમય,
મળ્યે સફળ થવું હતું મારે.
સફળ તો મેઘધનુષને પણ થવું હતું,
મીટ માંડી વાદળીઓ તરફ,
ને વાદળીઓ મીટ માંડે સૂરજ તરફ,
ને સૂરજે મીટ માંડી મહાસાગર પર.
મહાસાગર તો દરિયાવ દિલ ને !
સફળ બનાવે સૌના સપના જોને !
સાગરતટે ટીટોડીને ઈંડા મૂકવાનો હરખ,
સાગરે કોડ પૂરા કર્યા જોને !
દર્શન પ્રભુ તારા કરવા હતા મારે,
જપ, તપ, યજ્ઞયાગાદિ કર્યા જોને !
માળાનાં મણકા ગણી ગણીને,
દર્શન અંતે આપી જીવન સફળ થયું.
