STORYMIRROR

MITA PATHAK

Action Inspirational

4  

MITA PATHAK

Action Inspirational

પુસ્તક

પુસ્તક

1 min
261

વિચારોમાં ભરું જો સુગંધ,

તો બની જાય સુવિચાર, 


લખી દઉં જો ભાવભર્યું,

તો બની જાય મુક્તક,


ભરું જો રંગ અનેક,

તો રચાય જાય કવિતા,


એમાંય ઉમેરી દઉં છંદબદ્ધતા,

 તો બની જાય ગઝલ,


તાલ મેલની સાથે જો ઉમેરું,

ઊર્મિઓના બાણ, તો રચું વાર્તા, 


કંડારું જો જીવનચરિત્ર, 

તો બની જાય નવલકથા,


પરોવું જો પ્રસંગો અનેક

તો બની જાય ધારાવાહિક,

 

ભરાતા ગયા શાહીથી કાગળ,

પદ્ય, પાઠ બન્યું પુસ્તક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action