STORYMIRROR

Chirag Sharma

Abstract Tragedy

4  

Chirag Sharma

Abstract Tragedy

આભાસ થાય છે

આભાસ થાય છે

1 min
421

પ્રાર્થના કરતાં કંઈક હોવાનો અહેસાસ થાય છે,

પ્રભુ તમારી નજીક હોવાનો આભાસ થાય છે,


જીવનમાં જ્યારે એકલતાનો અનુભવ થાય છે,

પ્રભુ તમારી બંદગીથી તમારો આભાસ થાય છે,


ઘણી વખત જ્યારે મુજને હતાશા ઘેરી વળે છે,

પ્રભુ ત્યારે તમને કરેલ પ્રાર્થનાઓ જ મને ફળે છે,


યાદ કરું તમને સુખદુઃખમાં આત્મસંતોષ થાય છે,

પ્રભુ તમે નિકટ હોવાનો જાણે આભાસ થાય છે,


થાકે છે,હારે છે,જ્યારે જીવનમાં કોઈ નિરાશ થાય છે,

પ્રભુ સ્મરણ કરતાં ઈશ હોવાનો તેને આભાસ થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract