STORYMIRROR

Nirali Shah

Abstract

4  

Nirali Shah

Abstract

વજનદાર

વજનદાર

1 min
413

ઘણીવાર શ્વાસો વજનદાર લાગે,

રુદન હાસ્યનું તો કરજદાર લાગે,


પ્રભુને ન શોધો હવે મંદિરોમાં,

મને તો હવે એ નિરાકાર લાગે,  


ભલે થાય ઘાયલ અસત્યો મિટાવવા,

ઘવાયેલ વ્યક્તિ સમજદાર લાગે,


નિસર્ગના પુષ્પોની ખુશ્બૂ ન આવે,

છબીના પુષ્પો તો ખુશ્બૂદાર લાગે,


વિનંતી કરો કે કરો છો ફરિયાદ,

ભક્તો તો બધા એક અરજદાર લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract