STORYMIRROR

Hiral Pathak Mehta

Abstract

4  

Hiral Pathak Mehta

Abstract

ને બની તું મારી કવિતા

ને બની તું મારી કવિતા

1 min
360

એક દિવસ મારા શબ્દોને સજાવ્યા,

એમાં થોડા લાગણીના રંગ ઉમેર્યા,

પછી એને પ્રેમનો રંગ લગાવ્યો...

ને બની તું મારી કવિતા....


એક દિવસ મને નાનકડી ખુશી મળી,

મારા હાસ્યને મે મારા શબ્દોથી ઓળખાણ કરાવી...

મારા હોઠના સરનામે શબ્દો પધાર્યા ને મે લાગણીઓ પીરસી...

ને બની તું મારી કવિતા ...


એક દિવસ હું ગમગીન બની...

દુઃખ સાથે દર્દને પણ મળી ...

આવકાર મે બંનેને આપ્યો....

આંસુ સાથે સંગમ કરાવ્યો...

ને બની તું મારી કવિતા....


રોજબરોજના આવા મારા અવતાર સાથે...

મારા મનના એક એક પ્રશ્ન સાથે ..

જવાબ મળતા બની તું મારી કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract