STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Abstract

4  

Mahendra Pandya 'નાદ'

Abstract

હોવી જોઈએ

હોવી જોઈએ

1 min
375

શ્રદ્ધા ઍટલી તો, ખુદ પર જ હોવી જોઈએ, 

મોત સામે જિંદગીની નજર હોવી જોઈએ,


સ્વયં ને કુશળક્ષેમ રાખતા ભલે આવડી ગયું,

અન્યની પરવાહ જેટલી ફરજ હોવી જોઈએ,


અવિરત શ્વાસે ધબકતા હૈયે ઘબકારને પણ,

આખરે છેલ્લા શ્વાસની ગરજ હોવી જોઈએ,


રોજમેળ રોજ મેળવતો વિભુ વ્યાપ્ત વ્યોમમાં, 

મળી છે જિંદગી પ્રભુની, કરજ હોવી જોઈએ,


શંખનાદ થયો, અનંત આર્તનાદે અંતરિક્ષમાં, 

હવે પ્રાર્થનાની સંગાથે તરજ હોવી જોઈએ !


અસ્તિત્વનું ઓજસ નથી બનતું એમ લાચાર, 

કોઈ સારા સમાચારની ધિરજ હોવી જોઈએ.!


મરુભૂમિ વચાળ કાફલો, જીવન માટે તલવલે, 

એક સાંજની અલગારી, અરજ હોવી જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract