STORYMIRROR

khushbu purohit

Abstract

4  

khushbu purohit

Abstract

થોડું આકાશ મળે

થોડું આકાશ મળે

1 min
474

કાશ કે મને ઉડવાને થોડુ આકાશ મળે,

પાંખ મારી ફેલાવા થોડો મને અવકાશ મળે,


ફફડી લીધું ઘણુંજ આ પીંજરાની અંદર,

મને પણ ઉડવા ઈશ્વર તારું ગગન મળે.


ખાઈ લીધા બત્રીસ પકવાન ઘણા અહીં,

વહેલી સવારે મને પણ દાણા ચણવાને મળે,


પીધુ પાણી નળ તણું ઘણું પણ,

મને પર્વત પરથી વહેતા ઝરણાંનુ થોડુ જલ મળે.


રોજ મનાવું મારા મન ને હું કે કાલે,

ઉડવાને કાજે કોઈ પાંજરું ખુલ્લું કરે,


પણ રોજ મને ખાલી આ બારીમાંથી

દેખાય એટલું જ કેમ ગગન મળે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract