STORYMIRROR

Rajeshri Thumar

Abstract

4  

Rajeshri Thumar

Abstract

અમૂલ્ય જીવન

અમૂલ્ય જીવન

1 min
376

શીખીએ નમાવતા જો માથું,

ઓગળી જતું સારુ અભિમાન,


ઝૂકાવીએ સદા જો આંખ,

પીગળી જતા કાલમિંઢ પથ્થર,


શીખીએ આરામ આપતા દાંતને,

સુધરી જતું આપણું સ્વાસ્થ્ય,


વિના આરામ લગાડી કામે જો હાથને,

સુધરી જતા તો બધા જ વ્યવહાર,


આપીએ લગામ જો ખુદની જીભને,

સુધરે બધા કડવા પણ સંબંધો,


ના જોઈએ ક્યારેય જો કોઈની ભૂલ,

રહેશે તો હળવુંફૂલ આપણું હૈયું,


ઝાઝી ઈચ્છાઓને કરી થોડી વ્યાજબી,

સુધરી જશે તો આપણું અમૂલ્ય જીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract