STORYMIRROR

Sarthak parekh sp

Abstract Drama

4  

Sarthak parekh sp

Abstract Drama

રામભક્ત શબરી

રામભક્ત શબરી

1 min
303

કબીલાની એ કુંવરી જીવન

હોમ્યું પોતાનું રામ નામમાં..

નહીં ધરી શકે એના જેવી

ધીરજ કોઈ આ જનમમાં..


પશુ પક્ષીને મારીને ખુદને

કહેવડાવે રામપુજનાર,

શાકાહારી બની ભજી શકો

તો ભજી લો માનવજન્મમાં..


ખવડાવીને પોતાના એઠા બોર,

મીઠી કરી રામની જીભલડી..

ખીલવી શકો કદી શબરીપણું તો

રામ દ્વારે જ છે આ જનમમાં..


ચીડવાય છે આજ જે 'રામ'

નામથી હર કોઈ,

પુકારતા હતા છોડ અને પાંદડા

પણ શબરીના પ્રેમદ્વારમાં..


જય શ્રી રામ કહેતો જઈ અંદર

રહેલ રામ ભૂલતો ગયો,

હવે ક્યાં સુધી આમ જ ગવાશે

મારા રામનું નામ રાજકારણમાં..


ઓકાત નથી શબરી બનવાની

સાર્થક આજ કોઈમાં,

બસ પથરાઈ રામ નામ લઈ

માનસપણું આ કળિયુગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract