STORYMIRROR

Sarthak parekh sp

Others

4  

Sarthak parekh sp

Others

જરૂરી તો નથી

જરૂરી તો નથી

1 min
387

કહેવાયેલ શબ્દોમાં સત્ય

છલકાય જરૂરી તો નથી,

વાત મારે તને જે કહેવી છે એ

કહી જ દઉં જરૂરી તો નથી.


શમણાં આંખે રાતભર સતાવે ભલે તારા,

સવારે ઉઠીને પણ તને જ યાદકરું,

જરૂરી તો નથી.


છું હું પણ આ દુનિયાનો સામાન્ય માનવ,

માત્ર તને પ્રેમ કરવા કૃષ્ણ બનું,

જરૂરી તો નથી.


ચાલ રમી લઉં ગરબા અને રાહડા તારી માટે,

પણ તારા માટે જ આ થનગનાટ છે,

એવું જરૂરી તો નથી.


આંખોમાં મારી ઝલક દેખાય છે તારી,

પણ એ દેખનારને માત્ર તું જ દેખાય,

એ જરૂરી તો નથી.


વિશ્વ અને ઈશની વાતોમાં માત્ર વિશ્વાસ છે મને,

એ વિશ્વાસને પણ કાચ સાથે સરખાવું,

જરૂરી તો નથી.


જીવી લે ચુપચાપ રહીને તું "સાર્થક",

તું બોલે અને સૌને સમજાય

જરૂરી તો નથી.


Rate this content
Log in