કંકુભરી કંકોત્રી
કંકુભરી કંકોત્રી
1 min
149
કોઈને ઉલ્લાસ તો કોઈને નિરાશા
આપે છે આ કુંકુભરી કંકોત્રી.
કોઈને ઉત્સાહ તો કોઈને હતાશા
આપે છે આ કંકુભરી કંકોત્રી.
કોઈને સ્મિત તો કોઈને ઉદાસી
આપે છે આ કંકુભરી કંકોત્રી.
કોઈને શરણાઈનો અવાજ તો
કોઈને હ્ર્દયની ગૂંગળામણ
આપે છે કંકુભરી કંકોત્રી.
કોઈને મંડપનું સુશોભન તો કોઈને
વિખરાયેલા શ્વાસ આપે છે કંકુભરી કંકોત્રી.
કોઈની વિદાય તો કોઈની જુદાઈ
આપે છે આ કંકુભરી કંકોત્રી.
લાગે છે ખુબ ચમકદાર કંકોત્રી
પરંતુ કોઈને ખૂંચે છે આ કંકુભરી કંકોત્રી.
