હાસ્ય
હાસ્ય


વિશ્વની હરકોઈ શબ્દાવલીમાં હાસ્ય એક સમાન
ગર્ભાવસ્થાથી મૃત્યુ સુધી રાખે પ્રસન્નતા સામાન
સ્મિત સંદેશ આપે ખુશી આનંદ, સુખ હકારાત્મક,
મુસ્કાન મનોરંજન સકારાત્મક પ્રભાવ ભાવાત્મક
માપે મલકાવું સામાજિક, અદકેરું સંકેત બેઈમાની
શિષ્ટાચાર છોડી રાક્ષસી અટ્ટહાસ્ય કરે મનમાની
સ્મિત લાવે બનાવી મિત્ર નજીક હોય જો કુદરતી
હસાવે ગલીપચી પણ તોયે કેમ ગભરાટથી ડરતી
સ્મિત છે મૌન ને જરા થાય ઘોંઘાટ જયારે હસવું
કરી કોઈ રંકની જો ક્રૂર મઝાક હસવામાંથી ફસવું
હાસ્ય પ્રગટે રમુજી વિચિત્ર પ્રસંગ સુણી કે જોઈને
હસવું ચેપી વળી રાહત થાય ત્યારે હુલાવું કોઈને
સ્વજન ને બદમાશ મલકી મનમાં હસે મરક મરક
મુશ્કેલ કળવો ભેદ હાસ્યનો જયારે હોય મોટો ફરક
વિશ્વની હરકોઈ શબ્દાવલીમાં હાસ્ય એક સમાન
મશ્કરી કરીને હસ્યે છટકે કોઈની અકારણ કમાન.