ખુશ્બૂ
ખુશ્બૂ


ગંધ જયારે કોઈ કોઈ ગમતી
ઘ્રાણ જોઈ ત્યારે જરા નમતી
સુવાસ સંગ સમીપ લાવતી
સોડમ ખેંચતી વળી ભાવતી
બદબૂ જોખમ ભાળ લગાવે
આવતા બો બહુ દૂર ભગાવે
સુગંધ સંદેશ સ્વાદનો આપે
સૌરભ સંબંધ કેટલાક માપે
વધ્યે ઉંમર ઘટે નાસિકા ગંધ
સ્ત્રી પુરુષ જુદી સમાજ સુગંધ
આગ દેખી બિચારું નાક રૂંવે
ધુમાડો આંખ પેલા નાક જૂએ
જીભ પહેલા નાક ઝેર ચાખે
શબ, મડદું અગ્ર ગંધ ભાખે
ને રક્ત સંબંધ ખુશ્બૂ પારખે
વહાલ વળી મર્યાદા આરખે
દ્રષ્ટિ સંગ ગંધ દોસ્તી રાખે
શ્રવણ અંકે લાગણી પલાખે
ગંધ જયારે કોઈ કોઈ ગમતી
ખુશ્બૂ માણવાને સૃષ્ટિ ભમતી