STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

તું ક્યારે આવીશ ?

તું ક્યારે આવીશ ?

1 min
264

પતઝડ પણ, બહાર બની મહેકી ઉઠી,

હર એક કળી, ફૂલ બની ખીલી ઉઠી,

પણ તું ક્યારે આવીશ ?


પ્રકાશની છડી ફેરવી, થાક્યો પાક્યો સૂરજ,

પણ, મરણ પથારી એ પડ્યો,

પણ તું ક્યારે આવીશ ?


તણખલા, વીણી વીણીને, પોતાના માળાને સજાવવા,

પંખીઓ પણ આવી ગયા છે, પોતાના આશિયાનામાં,

પણ તું ક્યારે આવીશ ?


આ ચકોર કેરા આમંત્રણે, ચાંદ પણ, ચઢ્યો છે આભે,

સિતારા ઓની ફોજ સાથે,

પણ તું ક્યારે આવીશ ?


આ પૂર્વથી પશ્ચિમનો પ્રવાસી સૂરજ પણ,

પોતાની યાત્રા પૂર્ણ કરી ચુક્યો છે,

પણ તું ક્યારે આવીશ ?


આ સાંજે પણ ચાંદના નામની ચુંદડી ઓઢી લીધી

તારા ઓ પણ બારાતી બનીને આવી ચૂક્યા છે,

પણ તું ક્યારે આવીશ ?


બસ, તારી ઇન્તેઝારની, ક્ષણોમાં,

તારા રસ્તાને તાકી રહેલી,

મારી આંખો પણ ભીંજાઈ ચૂકી છે,

પણ તું ક્યારે આવીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance