માતાના મંદિરે
માતાના મંદિરે
માતાના મંદિરે ગરબા વાગે
મારું મન મંદિરે ભાગે
માતાના મંદિરે ડાકલા વાગે
મારું મન જાગીને મંદિરે ભાગે
માતાના મંદિરે થાળ રાખે
મારું મન મોર બનીને જાગે
માતાના મંદિરે ભૂવાઓ નાચે
મારું મન જોવાને આવે
માતાના મંદિરે જોગનીઓને બોલાવે
મારું મન મોર બની થનગનાટ કરે
માતાના મંદિરે મોહનથાળ વેચે
મારું મન ઉતાવળથી મંદિરે ખેંચે
માતાના આશીર્વાદ મળે છે રોજ
મારું મન કરે મંદિરની ખોજ
