ઘરડા માણસ
ઘરડા માણસ
ઘરડા થયા તોય નકામા નહિ થ્યા
સૌને વધુ કામના થઈ ગ્યા
અનુભવનું ભાથું લઇને
અમે થોડા ભારે થઈ ગ્યા
અમે હોય તો વસ્તી લાગે
ઘરમાં જાણે આખું ગામ થઈ ગ્યા
નાના મોટા તેની મેની
જેવા જોડે તેવા થઈ ગ્યા
આ ઉતારો મોટો પટારો
જીવતું જાગતું મ્યુઝિયમ થઈ ગ્યા
આવ એને આવવા દે ભાઈ
રોગોનું રમતું મેદાન થઈ ગ્યા
સારા નરસા બધા પ્રસંગે
એ ઘરનું માન થઈ ગ્યા
ઘરમાં બધાની તાતા થૈયા
સૌના પગે મહાલતાં થઈ ગ્યા
જાત ઘસી છે જીંદગી આખી
અત્તર જેવા મહેકતા થઈ ગ્યા
કામમાં આવ્યા બધા દિવસે
ઘરડા છે પણ બહુ કામ ના થઇ ગ્યા.
