આજે મળવું છે
આજે મળવું છે
આજે મળવું છે ધરતીને ધાન્યને નમવું છે
આજે મળવું છે પર્વતોને ઝરણાંમાં ઝૂમી લેવું છે
આજે મળવું છે નદીઓને નિર્મળ નીરને નીરખી લેવું છે
આજે મળવું છે સાગરને સુંદરતાને સાચવી લેવી છે
આજે મળવું છે ફૂલોને ફોરમ ભરી લેવી છે
આજે મળવુ છે સૂર્યને સોનેરી શકિતને નીરખી લેવી છે
આજે મળવું છે મૌસમને મોજ માણી લેવી છે
આજે મળવું છે ખેતરોને ખંત ખંખેરી લેવું છે
