ચાલ ને જીવી લઇએ
ચાલ ને જીવી લઇએ
અરે વાત તો ખૂબ કરી હવે કામ કરીએ
અરે ક્રોઘ તો ખૂબ કર્યો હવે કળા કરીએ
અરે ઈર્ષ્યા તો ખૂબ કરી હવે ઈચ્છા કરીએ
અરે કંકાશ તો ખૂબ કર્યો હવે કુંજન કરીએ
અરે મોહ તો ખૂબ કર્યો હવે મહેનત કરીએ
અરે અહંકાર તો ખૂબ કર્યો હવે આસ્થા કરીએ
અરે વિદાય તો ખૂબ કરી હવે વિદ્યા કરીએ
અરે શોષણ તો ખુબ કર્યું હવે પોષણ કરીએ
અરે જીવી તો ખૂબ ગયા હવે જીતી લઈએ
અરે વાત તો ખૂબ કરી હવે કામ કરીએ