કૃષ્ણ
કૃષ્ણ
જન્મતા જ માતાનો ત્યાગ, ને પિતાની છત્રછાયા રૂઠે,
ખાલી આ દુઃખ કોઈ કૃષ્ણને જઈને પૂછે,
પાલક માતા પિતા સાથે જીંદગી શરુ કરવાનો,
જાનકીથી છુટા થવાનું દુઃખ કોઈ કૃષ્ણ ને જઈને પૂછે,
મામા આતુર સંહાર કરવા જેનો,
રોજે રોજ જીવની બાજી લાગે એ જીત કોઈ કૃષ્ણ ને જઈને પૂછે,
મિત્રોમાં પણ પસંદગી કોની કરવી ને
એવામાં સુદામાની મિત્રતા કોઈ કૃષ્ણ ને જઈને પૂછે,
રાધા ને રુક્મણિના પ્રેમને પામેલા,
ગોપીઓની વચ્ચે રાસ લીલા કરતા,
પણ મીરાંના અનહદ પ્રેમની પ્યાસ કોઈ કૃષ્ણ ને જઈને પૂછે,
ભર સભા એ દ્રૌપદીના ચીર હરણ ને,
લાજ બચાવતા નારીની વ્યથા કોઈ કૃષ્ણ ને જઈને પૂછે,
ભક્તોમાં પ્રિયને ઘર ઘર પૂજાતા,
કેવી અણી સાચવતા ભક્તોની, કોઈ નરસિંહ મેહતાને જઈને પૂછે.
