આવી નવલી નવરાત્રી
આવી નવલી નવરાત્રી
ગરબે ઘૂમવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
ગીતોના ગુંજનની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
દાંડિયા રમવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
માડીની આરાધના કરવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
જગદંબાને બિરાજમાન કરવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
સખીઓને સાથ લેવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
અંતરની આરતી કરવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
પ્રેમનો પ્રસાદ વહેચવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
મિત્રોની સાથે નવ દિવસ ગરબાની શરૂઆત આવી
અરે આતો નોરતાની રાત આવી
ગરબે ઘૂમવાની વાત આવી
અરે આતો નોરતાની રાત આવી
