શબરીના ગમ અને ખુશી
શબરીના ગમ અને ખુશી
વર્ષો થયા ભૂલા પડ્યા, ને અહીં શ્વાસ ખાલી થાય છે,
શ્વસો છો ને વહી દડ્યા ને અહીં ભ્રાસ ખાલી થાય છે,
મારી આંખના આંસુ, જુવે રાહ આવોને શ્રીરામ.
કુટિર સુધીની સફર તમારી, ડૂસકાં સાથે બાંધી યારી,
શબ્દો વિનાની વાત જ ન્યારી, જો કહી શકો તો કહો
મારી આંખના આંસુ, જુવે રાહ આવોને શ્રીરામ.
આંસુ લાગે ગરમ-ગરમ, આંસુમાં છે ભેદ-ભરમ,
ભિતર લાગે નરમ-નરમ, થોડી ખુશી તો થોડાં ગમ,
મારી આંખના આંસુ, જુવે રાહ આવોને શ્રીરામ.
એક લગન એમાં મગન એક સપન શબરીનું શ્રીરામ,
જપ્યા કરે હરદમ નિરંતર જુવે રાહ આવોને શ્રીરામ,
કરી ભેગી ડાળીઓ વાળું આંગણ પાથરી પુષ્પ નરમ.
દૂર દૂર રસ્તા શણગારી અશ્રુ જુવે રાહ આવોને શ્રીરામ,
ચાખી ચાખી રાખું બોર ધરવાનો ભોગ શ્રીરામ,
ભાવ જુવે ભક્તિ ભગતની જુવે રાહ આવોને શ્રીરામ.
કૃષ થઇ કાયા વર્ષો વીત્યા રોમ રોમ તરસ શ્રીરામ,
પગલીઓ પાડી હરખી હરખી રોમ રોમ માં શ્રીરામ,
અશૃજળે પગ ધોવાયા જ્યારે પધાર્યા કુટિરે શ્રીરામ.
