STORYMIRROR

Nirali Shah

Classics

4  

Nirali Shah

Classics

કૃષ્ણ

કૃષ્ણ

1 min
219

રાધા રાધા જપો, થશે દર્શન કૃષ્ણના,

દર્શન કૃષ્ણના ,થશે બાલકૃષ્ણ ના.

           રાધા રાધા...

           

વનરાવનની શેરીઓમાં ગાયો ચરાવતા,

વાંસળી વગાડતા એવા રાધા માધવના.

         રાધા રાધા...

              

કાળિયા નાગને નાથતા એવા જગન્નાથના,

કેશી અસુરને હણનારા, એવા વ્હાલા કેશવના.

         રાધા રાધા...

         

કંસને હરાવનાર એવા મથુરા પતિના,

દ્વારકાને બનાવનાર દ્વારકાધીશના,

          રાધા રાધા...

  

સુદામા ને દ્રોપદીના પરમ મિત્રના,

કુરુક્ષેત્રમાં અર્જુનના રથ સારથીના.

          રાધા રાધા...

          

દેવકીના જાયા ને યશોદાના વ્હાલા ના,

સુભદ્રા ને બલભદ્રના ભાઈ નંદલાલાના .

          રાધા રાધા... 

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati poem from Classics