STORYMIRROR

Vanaliya Chetankumar

Classics Others

4  

Vanaliya Chetankumar

Classics Others

આવી નવરાત્રી

આવી નવરાત્રી

1 min
495

આવી નવરાત્રી લાવી ખુશીઓની વાનગી

જાશું સખીઓની સાથે મળશે ગરબાનો રંગ


આવી નવલી નવરાત્રી ગાશું સ્તુતિ અલગથી

મળશે ગરબાનો આનંદ આવશે અલક મલકથી


જાશું ચાચરના ચોક ગાશું ગરબાની મોજ

આવશે સખીઓની નાત મળશે અંતરની ઓથ


આવી મોજીલી નવરાત્રી થશે પાવન નર નારી

ગાશે માતાની સ્તુતિ આવશે માતાનીની મૂર્તિ


આવી રંગીલી નવરાત્રી મળશે ગરબાનો રંગ

ઘુમશું સખીઓની સાથે મળશે ચાચરનો સંગ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics