STORYMIRROR

Varsha Patel

Classics

4  

Varsha Patel

Classics

પ્રકૃતિ હતી

પ્રકૃતિ હતી

1 min
216

ધર્મ અને અધર્મની પ્રસ્તુતિ હતી,

કુરુક્ષેત્રમાં દેહોની આહુતિ હતી.


કર્યો અન્યાય દ્રૌપદીના હર્યા ચીર,

અધર્મી કૌરવોની આ પ્રકૃતિ હતી.


આપ્યો સાથ સારથી બની યુદ્ધમાં,

વિશ્વરૂપ શ્રીકૃષ્ણની આકૃતિ હતી.


કૃષ્ણ મુખે કહેવાય શ્રીમદ ગીતાજી,

આપણી પૌરાણિક સંસ્કૃતિ હતી.


મહાભારત ગ્રંથ વાસ્તવમાં બારીશ,

અન્યાય સામે લડવા જાગૃતિ હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics