વરસાદ ઝીલું છું
વરસાદ ઝીલું છું
1 min
226
ખોલી મનનું બારણું વરસાદ ઝીલું છું,
ખોબો ભરી લેવો છે વરસાદ ઝીલું છું,
આંખો રડી રડી રડી પડી ગઈ કોરીકટ,
આંખો ભીની કરવા વરસાદ ઝીલું છું,
લીલું પાન પડ્યું સૂકું મુરઝાયું છે ફૂલ,
કરવા એને તરબતર વરસાદ ઝીલું છું,
કિંમત પાણી પૂછો સૂકી ધારાને જરા,
ભીંજવવા સુગંધ ને વરસાદ ઝીલું છું,
તારી ક્ષણે ક્ષણની યાદો ભરી 'બારીશ',
યાદમાં તારી ખોબેખોબે વરસાદ ઝીલું છું,
