ચોમાસુ
ચોમાસુ
વરસાદની બુંદોનું સંગીત ગુંજે છે જેના કાનોમાં
એના માટે જ છે........આ મોસમ...
બાકી ....પાણીનું વરસવું,
એ માત્ર ચોમાસુ...!
એ માટીની મહેક ઉતારે જે શ્વાસમાં
એના માટે જ છે....આ મોસમ
બાકી કીચડ ને કાદવ,
એ માત્ર ચોમાસુ....!
વરસાદની સાથે જ બાળપણ યાદ આવે
એના માટે જ છે ...આ મોસમ
બાકી ખાબોચિયાને ખાડા
એ માત્ર ચોમાસુ...!
અલ્હાદક પ્રકૃતિ સૌંદર્યને માણવા આતુર છે જે
એના માટે જ છે....આ મોસમ
બાકી ગંદકી ને ગોજવાડ
એ માત્ર ચોમાસું....!
જેને ભીંજાવું ગમે છે વરસાદમાં
એના માટે જ છે....આ મોસમ
બાકી છત્રી રેઈનકોટ ને કોરા રહેવું,
એ માત્ર ચોમાસું...!
'બારીશ'ને ગમે આ મસ્ત મસ્ત મોસમ
બાકી બીજા માટે હશે માત્ર ચોમાસુ...!

