ફૂલની કહાની
ફૂલની કહાની
1 min
243
હું એક નાનકડું ફૂલ
ખીલી બાગમાં હરખાવું,
ક્યારેક પ્રભુ ચરણમાં
અર્પિત થાવ તો
હું ઈતારાઉ,
ક્યારેક પ્રેમનું પ્રતીક બનું
સ્વીકાર મને કરે,ઈઝહાર
હું ગણાઉં,
ક્યારેક કોઈ સુહાગણનો
શણગાર બની
નસીબદાર કહેવાઉં,
ક્યારેક સજુ અરમાનોની
સજીલી સેજ પર
માદક હું કહેવાઉં,
ક્યારેક વડીલોના
સમ્માન માટે બુકેમાં
વપરાઉં,
કયારેક કોઈની
ઠાઠડી પર ચઢી
અંતિમ વિદાય આપાવું,
ક્યારેક કોઈની
કબર પર યાદ બની
અર્પણ થાઉં,
હું ફૂલ.. નાનકડા
જીવનમાં કેટલા
રોલ નિભાવું.
