ઓસરતું અંધારું
ઓસરતું અંધારું
અંધારું ઓસરતા
રાત્રીના ગર્ભમાંથી,
બહાર આવવા
મથતી એક પરોઢ,
નાનકડા સૂર્ય કિરણ
થકી જન્મ લઈ,
ઉષાના રંગો રેલાવતી
ઝાકળ બુંદને ગભરાવતી,
સહેજ સાવર ઊગતા
બિચારું ઝાકળ
ઓસરતું લપાઈ જતું,
ને સૂર્ય એનું સામ્રાજ્ય
ફેલાવી દિવસ આખો
રાજ કરતો,
ફરી પાછો
સંધ્યા થતા,
એનું તેજ સમેટી
સાંજની અગોશમાં
આવી અંધારાને
તાબે થઈ....
નવી આશા સાથે
નવો દિવસ થઈ
આવી જશે.
