મારું ભારત
મારું ભારત
મારું ભારત મહાન એવું બોલો છો બનાવશો ક્યારે ?
વાતોથી નહિ પણ ખરેખર વિકાસ દેખાડશો ક્યારે ?
દેશમાં ભૂખ, ભય, ભ્રષ્ટાચાર, વધ્યા ઘટાડશો ક્યારે ?
ખુલ્લા ફરતા કરોડોના અંગોને વસ્ત્ર પહેરાવશો ક્યારે ?
ફૂટપાથ પર રહેતા લોકોના આવાસ બંધાવશો ક્યારે ?
ભૂખ્યા પેટે સૂઈ જતા લોકોને ભાવથી જમાડશો ક્યારે ?
દૂધથી ટળવળતા શિશુઓને તમે દૂધ પીવડાવશો ક્યારે ?
શિયળ લુંટાઈ અહીં નારીનું દુઃશાસનને સંહારશો ક્યારે ?
રંક નિરાધારનો આધાર બની તેનો હાથ પકડશો ક્યારે ?
રાંક વિદ્યાર્થીને શિક્ષણ આપી નોકરીએ લગાડશો ક્યારે ?
