રોજ રોજ પરેશાન નાં કર જિંદગી
રોજ રોજ પરેશાન નાં કર જિંદગી
એય જિંદગી હું ક્યાં કહું છું રોજ મીઠાઈ ને મેવા દે,
બસ મને પોતાના લોકોની સંગતમાં રહેવા દે.
રોજ તું નીત નવા ખેલ કરાવે છે મને,
ક્યારેક તો મારી વાત મને કહેવા દે.
રોજ નીત નવા કોયડા ધરે છે તું,
મારા એકાદ કોયડાનો ઉકેલ તો લાવવા દે.
રોજ સૂરજની સાથે નવી ઉપાધિ લઈને આવે,
ક્યારેક તો સુખનો ઓડકાર ખાવા દે.
રોજ એક સાંધીએ ત્યાં તેર તુટે,
ક્યારેક તો સુકુનની નીંદ તો લેવા દે.
સારી એ આંસુ તો સો સવાલ ઉઠે,
ક્યારેક હદયમાં ઉઠેલી પીડાને વ્યક્ત કરવા તો દે.
રોજ રોજ સવાલોની હારમાળા સર્જે છો તું,
ક્યારેક એકાદ જવાબ મેળવી લેવા તો દે.
નથી જોઈતા અમને ગાડી બંગલા મોટર,
પણ કોઈના હૈયે વસવાટ કરવા તો દે.
આમ રોજ રોજ પરેશાન નાં કર જિંદગી મને,
ક્યારેક રાહતના શ્વાસ લેવા તો દે.
