STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy Others

4  

ચૈતન્ય જોષી

Tragedy Others

એક કવિને પૃચ્છા

એક કવિને પૃચ્છા

1 min
214

સત્યને ક્યાંથી શોધી લાવો છો તમે ?

નિતનવું કૈંકને કૈંક બનાવો છો તમે ?


વાંચેલું આલેખો છો કે સાંભળેલું જે,

જીવનના અનુભવો વધાવો છો તમે.


ભૂલ નથીને શરીર રચનામાં તમારી કૈં ?

કે પછી બે હૃદયને ચલાવો છો તમે !


મગજની વાત મગજ સુધી જ પહોંચે,

ઉર આપવીતી ક્યાંથી લાવો છો તમે ?


દુનિયાદારીને સ્વાર્થને સાઈડ કરી દીધાં,

માત્ર લાગણીમાં કેટકેટલા ફાવો છો તમે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy