સ્વાર્થ
સ્વાર્થ
કામ પડશે તમારું સૌ કોઈ ડોકાય છે,
સ્વાર્થના સંબંધો બાંધી સૌ દેખાય છે,
હશે દુઃખના ડુંગર ખબર ક્યાં પૂછાય છે,
ને હશે સુખ સાહ્યબી તો કેવા દેખાય છે,
આ દુનિયાના રંગો ઘડીમાં ઝબકાય છે,
ને ઘડીભરમાં વ્હાલા તે ઊડી જાય છે,
તમે ભાવથી જમાડો ભોજન ખાય છે,
જમ્યા પછી એ જ થાળીમાં થૂંકાય છે,
ભિન્ન ભિન્ન પ્રકારના લોકો દેખાય છે,
ક્યાંક સારા ક્યાંક નઠારા જોવાય છે,
ઘડીમાં ગુરૂ તો ઘડીમાં ચેલા ગણાય છે,
તો ઘડીમાં પીર થઈને પણ તે પૂજાય છે,
રાજી થાય દેવને પણ દીકરા દેવાય છે,
નારાજ થાય તો પછી પાછા લેવાય છે,
કામ પડે આંબલીના પાનમાં સમાય છે,
કામ પૂરું થયે કેળનું પાન ટૂંકું થાય છે,
ઘરની વાતો ઘરની દીવાલમાં ચણાય છે,
પરની વાતોના ગામ ધજાગરા થાય છે,
કેમ પોતે દૂધના ધોયેલા તેવા દેખાય છે,
ગુનેગારને રજા નિર્દોષ કેવા દંડાય છે.
