"શું આપણે સ્વતંત્ર થયા છીએ ?"
"શું આપણે સ્વતંત્ર થયા છીએ ?"
શું આપણે ખરેખર આઝાદ થયા છીએ ?
થયા આઝાદ આપણે અંગ્રેજોથી ગુલામીથી,
પણ ગુટકા પાન મસાલાના ગુલામ થયા.
થયા આઝાદ આપણે અંગ્રેજોની ગુલામીથી,
પણ ભષ્ટ્રાચાર ને લાંચરુશવતનાં ગુલામ થયા.
આઝાદ તો થઈ ગયા આપણે,
પણ ભૂલી આપણી સંસ્કૃતિની ધરોહર,
પશ્ચિમી સંસ્કૃતિના ગુલામ થયા.
આઝાદ તો થઈ ગયા આપણે,
પણ જ્ઞાતિવાદનાં ગુલામ થયા.
આઝાદ તો થઈ ગયા આપણે,
ભૂલી આપણી અદભુત માતૃભાષા અંગ્રેજી ભાષાના ચાહક થયા.
આઝાદ તો થઈ ગયા આપણે,
પણ ભૂલી આપણો પહેરવેશ પશ્ચિમી સંસ્કૃતિના ચાહક થયા.
તોડી આપણે ગુલામીની જંજીરો,
પણ નારીની ઇજ્જતની રખેવાળી કરવામાં આપણે પાછા પડ્યા.
હાર આપી શક્યા આપણે અંગ્રેજોને,
પણ ક્યાં હાર આપી શક્યા હૈયામાં વસેલા દુર્ગુણોને.
ચંદ્રની ધરતી પર ભલે કર્યો નિવાસ,
પણ દેશમાંથી આપણે ક્યાં ગરીબી હટાવી શક્યા.
શું આપણે એક જાગૃત નાગરિક છીએ ?
ભારતના બંધારણ ને આપણે ક્યાં પાળી શક્યા.
ખૂલે આમ સંગ્રહખોરી, કાળાબજાર,
ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર ને ક્યાં આપણે રોકી શક્યા ?
શું દેશદ્રોહી ને સજા આપી શક્યા ?
ફક્ત તિરંગો લહેરાવવાથી દેશ પ્રેમ વ્યક્ત નથી થતો.
ભારતના જાગૃત નાગરિક બનીએ,
એક નાગરિક તરીકેની ફરજો અદા કરીએ,
એજ સાચી દેશભક્તિ,એજ સાચી દેશ દાઝ છે.
