માણસ ક્યાં ખોવાયો
માણસ ક્યાં ખોવાયો
મન મૂકીને મળતો માણસ ક્યાં ખોવાયો ?
એકબીજામાં ભળતો માણસ ક્યાં ખોવાયો ?
આમ રબ્બરની જેમ સંકુચિત થઈ ગયો,
નભ જેમ વિસ્તરતો માણસ ક્યાં ખોવાયો ?
આજે પોતામાં જ ખોવાઈ ગયો છે,
બીજાની પીડાથી રોતો માણસ ક્યાં ખોવાયો ?
આજે ઉદાસ ભટકે છે ગલી ગલી માનવી,
નદી જેમ ખળખળતો માણસ ક્યાં ખોવાયો ?
ઉદાસીના અંધકારમાં ગરકાવ થયો આદમી અંધકારને ઓગાળતો માણસ ક્યાં ખોવાયો ?
નફરતની આગમાં સળગે છે આજે માનવી,
પ્રેમથી ઝળહળતો એ માણસ ક્યાં ખોવાયો ?
આજે પથ્થર બનીને રહી ગયો છે માનવી,
પ્રીતમાં પલળતો માણસ ક્યાં ખોવાયો ?
