વહેવું પણ પડે
વહેવું પણ પડે
અસ્તિત્વ ખુદનું ટકાવવા ઘણું છોડવું પણ પડે,
લાગણીઓ છલકાઈ તો ક્યારેક રડવું પણ પડે !
ખબર હોવા છતાં ક્યારેક એવું પણ બને,
સંબંધ સાચવવા ક્યારેક મૌન રહેવું પણ પડે,
કેટલાય વર્ષો વિતી ગયા એ બની ગયેલ ઘટનાના,
યાદ એની આવે તો રાત આખી જાગવું પણ પડે,
કોઈ પૂછો દરિયાને કેટલી ખારાશ લઈ બેઠો છે,
કોઈએ હડસેલાનું દુઃખ વેઠવું પણ પડે !
શું ખબર હોય એ સ્થિર દરિયાને કે કઠોરતા શું કે'વાય ?
મંઝિલે પહોંચવા ઝરણાંની માફક સતત વહેવું પણ પડે.
