STORYMIRROR

Hardik Dangodara 'Hard'

Inspirational Others Children

4  

Hardik Dangodara 'Hard'

Inspirational Others Children

એ ગુરુ

એ ગુરુ

1 min
338

ક થી લઈને જ્ઞ સુધી શીખવાડેને એ ગુરુ,

માર્ગથી લઈને મંજિલે પહોંચાડેને એ ગુરુ,


ધરતી અને આકાશની ક્ષિતિજ તો તમે જોઈ હશે,

જ્ઞાન અને અજ્ઞાનની ભેદરેખા સમજાવેને એ ગુરુ,


સૂર્યની રોશનીમાં ચાંદનીને નિહાળી છે કદી ?

ધગધગતા તાપમાં પણ શીતળતા આપેને એ ગુરુ,


બહુમાળી બિલ્ડીંગો જોઈને આજે ગર્વ થાય છેને ?

એ ઈમારતનો પાયો જે મજબૂત બાંધેને એ ગુરુ,


શિલ્પી જેમ પથ્થરમાંથી મૂર્તિ કંડારે કરે છેને,

એમ ઝીરોમાંથી હીરોનું સર્જન કરેને એ ગુરુ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational