STORYMIRROR

Mayuri Prajapati

Inspirational

4  

Mayuri Prajapati

Inspirational

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
1.7K

તું ઉઠે તો દિન ઉગે ને તું સુવે તો રાત,

વિશ્વમયી વિશ્વેશ્વરી, તારા થકી દિન રાત


જ્ઞાન તારથી, ધન તારાથી,શક્તિનો ભંડાર,

જગતનો ભાર સહેટી ધરતી, કરે નરનર નો ઉધ્ધાર,


અબોલા બાળનો બોલ તું જાણે,

ગુસ્સામાં પતિનો સ્નેહ પણ જાણે,


દીકરી બની બાપની પાઘડી રાખે,

એક જનમે બે કુળને તારે.


જન જગતનું અસ્તિત્વ તારથી, જગ તારામાં સમાય,

આદ્યશક્તિ, જગમાતા તું નારાયણી કહેવાય,


પ્રકૃતિનું હર રૂપ તારાથી, તું વિશ્વનો આધાર,

નારી તું નારાયણી, ત્રિદેવોને પણ સ્વીકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational