મે ઈશ્વરને જોયા છે
મે ઈશ્વરને જોયા છે
હા મે ઈશ્વરને જોયા છે,
બીજમાંથી વૃક્ષ બન્યું ત્યાં મે ઈશ્વરને જોયા છે.
મીઠું વરસ્યું પાણી ખારું બન્યું,
ત્યાં દરિયે ઈશ્વરને જોયા છે.
કીડામાંથી પતંગિયું બન્યું,
ત્યાં રંગીન પાંખે મે ઈશ્વરને જોયા છે,
કડીમાંથી પુષ્પ બન્યું,
તે ફોરમમાં ઈશ્વરને જોયા છે.
દિન રાત અને સૂર્ય ચંદ્રના ફેરા બન્યા,
એ અનુક્રમે મે ઈશ્વરને જોયા છે.
સાવ અટુલા આકાશ ને ધરતી સાથે જોડ્યું,
તેમાં ટમટમતા તરાલાઓમાં મે ઈશ્વરને જોયા છે.
નવજાત શિશુ ને વૃધ્ધ બનાવ્યું,
તે જીવનના ઘટનાક્રમે ઈશ્વરને જોયા છે.
પાણી, પ્રકાશ, હવાને જીવ સૌ તાંતણે બંધાયા છે,
એમ પ્રકૃત્તિના કણ કણમાં મે ઈશ્વરને જોયા છે.
