STORYMIRROR

Mayuri Prajapati

Abstract Others

3  

Mayuri Prajapati

Abstract Others

માણસની સમજ

માણસની સમજ

1 min
326

મારે માણસ સમજવાની શાળાએ જવું છે,


જે કહે છે હું છું તારું સાથે,

ખરા સમયે ક્યાં હોય છે ?


જે કહે છે તું મને ગમે છે,

જ્યારે મારે કહેવું હોય ત્યારે ક્યાં હોય છે ?


સૂરજ કરતા ચાંદ શીતળ છે,

પણ દિવસે ચાંદ ક્યાં હોય છે ?


જેને આખી દુનિયાની ખબર છે,

એને ખુદની ક્યાં ખબર હોય છે ?


વિષયોનું જ્ઞાન તો શાળામાં મળે છે,

પણ, માણસ સમજવાનું જ્ઞાન ક્યાં મળે છે ?


જે કહે હું તમને સમજુ છું,

એ પણ ખરેખર ક્યાં સમજે છે ?


મારે માણસ સમજવાની શાળાએ જવું છે,

પણ, એ ક્યાં છે ? એની કોને ખબર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract