પરપોટા
પરપોટા
પરપોટા જેવી જિંદગી છે મારી...
જોઈ મને હરખાય છે સહુ..
ક્યાં કોઈ જાણે છે પાણીમાં કેટલી વલોવાઈ છું હું ?
પરપોટા જેવી જિંદગી છે મારી..
એક સ્પર્શ માત્રથી તૂટી જાઉં છું હું,
મારા અસ્તિત્વમાં ભળી જાઉ છું હું.
એટલે જ, હવા સાથે ઊડી રહી છું
એક પરપોટો બની ગઈ છું હું.
મારા તૂટવાનો ભય નથી મને,
સંસારરૂપી સાગરમાં વલોવાવું નથી મારે,
જોઈ મને આજે હરખાય છે સહુ,
બસ..આ પરપોટા રૂપે જ રહેવું છે મારે.