જિંદગી
જિંદગી


આ તે કેવો પ્રશ્ન ?
સાથે લઈને જન્મી છતાંય ના મળ્યો જવાબ,
અરે... જિંદગી...આતે કેવો પ્રશ્ન ?
નવજાત બની હું રડતી આવી તો હસતાં વધાવી મને,
મારું કૃંદન હતું સ્વર્ગનું સંગીત, છતાંય સ્મિતે લલચાવી મને,
બચપણ મળ્યું સોનપરીનું, છતાંય જવાનીએ લલચાવી મને,
કેવું મૃગજળ જવાનીનું સાથે જવાબદારી મળી મને,
ત્યાં તો જોયો સફળતાનો પર્વત એની ટોચે લલચાવી મને,
ફિક્કી લાગી ગામડાની શેરીઓ શહેરનો વટવટો દેખાયો મને,
ખાટા મીઠા સંબંધોની સામે ધન વૈભવે લલચાવી મને,
વૈભવ કર્યો એકઠો ત્યાં સાચા પ્રેમે લલચાવી મને,
લાગણીને હું ક્યાંથી ગોતું સમયે છેતરી મને,
ભાન થયું સમયનું ત્યા જિંદગી ગઈ વીતી.
ક્યાંય ન મળ્યો જવાબ મને હે....જિંદગી તું કેવો એક પ્રશ્ન ?